રામપુરા પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
મહેસાણા : રામપુરા (કુકસ) ની સંસ્કાર પ્રા. શાળામાં યોજાયેલા જિલ્લાના 55 માં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાંથી 50 ક્રુતિ તથા માધ્યમિક – ઉ.મા. શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શન-નિદર્શનનો લાભ લીધો હતો. ઉપરાંત ડૉ. વિક્રમ સારાભાઈના જીવનકાય્રો આધારિત વક્તૃત્વ સ્પર્ધામાં 16 બાળકોએ ભાગ લીધો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ, ડાયટ પ્રાચાયઁ વી.ડી. અઢિયોલ, ડાયટ લાયઝન અધિકારી પી.આઈ પટેલ વગેરેએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.